સરદાર: એક સ્વપ્ન
આજે એ મહામાનવ ની વાત કરવી છે જેને દુનિયા બિસ્માર્ક તરીકે ઓળખે છે પણ મારા મતે તો બિસ્માર્ક સરદાર ના નામે ઓળખાવા જોઈ. આપણે સૌએ દેશ ને એક કરવાના સરદાર ના મહાયજ્ઞ વિશે તો સાંભળ્યું જ છે અને એમાં ખાસ કરીને જૂનાગઢ, હૈદરાબાદ, ત્રાવણકોર વિશે તો વિશેષ સાંભળ્યું છે. પણ મારે આ સમયે ખૂબ જ ઓછા ચર્ચાયેલા પ્રસંગ વિશે વાત કરવી છે. વાત તો છે કાઠિયાવાડના છેક ઉત્તરે આવેલા મોરબી નામના સ્ટેટ ની, સમય હતો દેશી રાજ્યો ના એકીકરણ નો અને રાજ્ય ના મહારાજા લખધીર સિંહજી . ઉંમર મા લગભગ ૮૦ વર્ષ ની આસપાસ. એમના ગાદીવારસ પુત્ર મહેન્દ્રસિંહજી હજુ યુવરાજ હતા. આ વૃદ્ધ રાજવી પોતાના પુત્ર ને મોરબી ના રાજા તરીકે અભિષિક્ત કરવા ખૂબ આતુર હતા. પોતે જિંદગી ની અંતિમ અવસ્થા માં હોવાથી, કાઠિયાવાડ ના રાજાઓની બેઠક માં મહારાજા એ વી.પી.મેનન ને એકાંત માં મળી ને વિનમ્રતા થી કહ્યું: " મિસ્ટર મેનન! મારે સરદાર જોડે થોડીક વાત કરવી છે, તમે મુલાકાત ગોઠવી આપો અથવા ટેલીફોન સંપર્ક કરાવી આપો." " મહારાજા!" મેનને કહ્યું: " મારાથી બનતી મદદ કરીશ. પરંતુ સરદાર ને કષ્ટ આપ્યા વિના જો તમે મને કહી શકશો તો વધારે સારું થશે....